STUDY ABROAD REAL LIFE EXPERIENCE

  • Aug 01, 2023
  • વિઝા કન્સલ્ટન્સીનો બિઝનેસ શરૂ કર્યો ત્યારથી જ નક્કી હતું કે બિઝનેસ વહેલો મોડો આવશે તો ચાલશે, પણ ગાઇડન્સ તો યોગ્ય જ આપવું. એમાં પછી સ્ટુડન્ટ્સ કે પેરેન્ટલ કાઉન્સેલીંગ હોય કે વિઝા સ્ટેમપિન્ગનું ફાઇનલ સ્ટેજ..
    છતાં હમણાં એક ક્લાયન્ટ સાથે એક પ્રસંગ બન્યો , ખૂબ જ ટુંકમાં વર્ણવું..
    ક્લાયન્ટ ટ્રાવેલર હતા અને સારી ટ્રાવેલ હિસ્ટ્રી પણ હતી. યુરોપના શેનજેન કન્ટ્રીના ૩ વિકના વિઝા માટે એપ્લાઈ કરવાનું હતું.
    કન્સલ્ટન્સીની ફી ની વાત આવી ત્યારે મે કહ્યું કે 15,000/-. ત્યારે સજ્જને કહ્યું કે - ‘કલાક એક કે વધુ ૨ કલાક જોઈએ તમારે આ ડોક્યુમેન્ટેશન ફાઇલ કરવા માટે .. રાજકોટમાં બીજે ૪૦૦૦ થી ૫૦૦૦ માં કામ થાય છે, અને બે પેજનો કવર લેટર બનાવવાની જ મશક્કત હોય છે..’
    એટલે મે સહજતા થી કહ્યું કે તમને યોગ્ય લાગે ત્યાં જ કામ કરાવો, કેસ સમજવો, અને એ પ્રમાણે ટ્રાવેલ આઇટનરી બનાવવી.. વિઝા કન્સલ્ટન્સીનું કામ કરતાં લોકો પોતાના ડ્રાફટિંગ, ડોક્યુમેન્ટેશન અને ઘણી બધી બારીકીઓને લક્ષમાં રાખીને ફી ચાર્જ કરતાં હોય છે, એવી ઘણીબધી મહિતીઓ હોય છે, જે કદાચ સામાન્ય માણસના આંખે વળગી ન પણ હોય.
    વગેરે વગેરે ..
    એક વીક પછી સજ્જન ફરી આવ્યા, ફી સાથે સહમત થયા, મે પ્રોસેસ કરી આપી, અને એમના વિઝાનું કામ સફળતા પૂર્વક પાર પડી ગયું. એમને એમના અગત્યના કામ માટે વિઝા પણ મળી ગયા, અને વિનયપૂર્વક આભાર પણ પ્રગટ કર્યો.
    મારુ પોતાનું માનવું છે કે જો તમે કોઈ સ્કિલ સેટ લઈને કામ કરતાં હોય તો તમારા સમયનું મોનિટાઈઝ લક્ષી ફોકસ હોવું જોઈએ છે અને તમારા કામ પર તમને તમારા કરતાં પણ વધુ ભરોશો હોવો જોઈએ.
    પૈસા મુખ્યત્વે ૨ પ્રકારે મળતા હોય છે , મહિનો કામ કરીને પેહલી તારીખે એકાઉન્ટમાં આવે તે.. એ છે તમે ટાઈમ આપ્યો તેના પૈસા ..જેને આપણે સેલરી તરીકે ઓળખીએ છીએ. અને એક હોય છે સ્કિલસેટના પૈસા. કદાચ કોઇની સેલેરી જેટલા પૈસા ૧૦ મિનિટ , એક કલાક કે એક દિવસમાં પણ મળી રહે. આજ તો છે સ્કિલ, એ માત્ર અને માત્ર મહેનતથી જ આવે છે , નહી કે ૧૦૦ માંથી ૧૦૦ માર્કસ મેળવીને...
    સ્કિલસેટ એ ૧૦૦ મીટરની સપ્રિન્ટ નથી પણ વર્ષોની મહેનત હોય છે. અનુભવો, અડચણો અને શ્રેણીબધ્ધ નિષ્ફળતાઓ જોયા પછી જ કોઈ સ્કિલ ધારક, એક કલાક કે એક વિઝિટના પૈસા ચાર્જ કરી શકે....એના માટે મહેનત લાગે અને કામ કરવાની ધગશ.. ખૂબ જ ઓછા સમયમાં મોટી રકમ ચાર્જ કરનારને ભલીભાતી ખબર હોય છે કે આ ચાર્જ કરવા માટે એમને એમની ઝીંદગીના કેટલા અમૂલ્ય વર્ષો ખર્ચ્યા હશે.
    આ પ્રકારના ઘણા બધા બનાવો આપણે અનુભવતા જ હોઈશું, એ પછી વિઝા પ્રોસેસ પાછળ ખર્ચાતી માતબર રકમ હોય કે પછી મિનિટો કે કલાકમાં રિપેરિંગ કામ પાછળ કારીગરને હાથ કાળા કરવામાં માટે ચૂકવાતી રકમ....
    લોખંડના એક ચોસલાની કિંમત અન્ય ધાતુઓની સાપેક્ષમાં સાધારણ હોય છે, પણ આગળ જતાં લોખંડ માંથી કીમતી ગાર્મેંટ્સ માટે વપરાતી નાની અમથી સોય હોય કે મોંઘીદાટ ઘડિયાળોની કરોડરજ્જુ એવી બારીક સ્પ્રિંગ .... તમારૂ મૂલ્ય એ નથી કે તમે કયા તત્વના બનેલા છો, પરંતુ તમે જે છો, તમારી પાસે જે પણ રિસોર્સ છે તેમાંથી તમે કઈ રીતે શ્રેષ્ઠ આપી શકો છો એ જ તમારું મૂલ્ય નક્કી કરે છે.
    તમારી સ્કિલસેટની વેલ્યૂ તમે જાતે જ નક્કી કરી શકો છો.
    #

    BRANDING

    • Jul 17, 2022
    #

    કર્મા

    • Aug 06, 2022
    #

    મનીષા

    • Aug 09, 2022
    #

    વીર !!

    • Aug 09, 2022
    #

    Expat Kids

    • Nov 04, 2022
    #

    જોકર

    • Nov 04, 2022
    #

    E CHAI

    • Aug 01, 2023
    #

    SELL YOUR SELF

    • Aug 01, 2023
    #

    GAURAV KOTHARI

    • Aug 01, 2023
    #

    STARUP MEANS

    • Aug 01, 2023