SELL YOUR SELF

  • Aug 01, 2023
  • અંગ્રેજીમાં એક કહેવત છે ‘મોટવેશન ઈઝ બુલશીટ, યુ નીડ ટુ બી હંગરી ફોર સક્સેસ’ મતલબ (બહારથી મળતી) ‘‘પ્રેરણા એ મૂર્ખામી છે, તમારે સફળ થવું હોય તો તેને પામવાની તમારામાં ભૂખ હોવી જોઈએ’ આવી ખાલી અંગ્રેજીમાં જ નહિ પણ ગુજરાતીમાં પણ કહેવાય છે કે ‘ઉત્સાહના ઇન્જેકશન નો હોય, એ તો અંદરથી જ આવવો જોઈએ.’
    આપણે ઘણા પ્લેટફોર્મ પર આ સ્લોગન વાંચી ચુક્યા હોઈશું કે કોઈ વડીલના મોઢે સાંભળી ચુક્યા હશું. હું એમ કઈ નવું નથી કહી રહ્યો. પણ આજે ફરી એક અનુભવ શેર કરું છું. હમણાં જ મારે એક ટોક સેશન અને વાર્તાલાપ હતો, રાજકોટના ભાગોળે આવેલી ક્રાઇસ્ટ કોલેજમાં મેનેજમેન્ટના સ્ટુડન્ટ સાથે.
    મને બરોબર યાદ છે જ્યારે ડો. અબ્દુલ કલામ આ કોલેજના ઉદ્ઘાટનમાં આવેલા ત્યારે હું ગયેલો. સ્ટુડન્ટ સાથેના વાર્તાલાપ માં હમેશા કઈક ને કઈક જાણવા જરૂર મળે, ઉર્જાની અનુભૂતિ જરૂર થાય અને એ અંદરથી ઉદ્ભવતી અનુભૂતિ એટલે જ INSPIRATION.
    મે વિદ્યાર્થીઓ સાથે વિદેશ વસવાટ દરમ્યાનના મારા અભ્યાસ અને કામને લગતા અનુભવો શેર કરેલા, કિસ્સાઓ શેર કરેલા. પ્રત્યેક કિસ્સાઓમાં એક કેરેક્ટર હોય અને એક કેરેક્ટરની પાછળ અનેક કિસ્સાઓ હોય છે. આજે ક્રાઇસ્ટ કોલેજના પ્લેટફોર્મ પરથી પ્રભાવશાળી વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ થયો. વિદ્યાર્થીઓ એ પણ તેમનો પક્ષ રાખ્યો, અને વર્તમાન શિક્ષણ પ્રણાલી અને લેબર માર્કેટ વિષે મંતવ્યો જાણ્યા અને સાંભળ્યા.
    જાણીને ઘણો આનંદ થાય છે કે એજયુકેશનની આજની ‘રેટરેસ’ માં પણ ઘણા વિદ્યાર્થીઓ એમની દુનિયામાં જ હોય છે અને પોતાના મનથી જ આગળ વધતાં હોય છે. ક્રાઇસ્ટ કોલેજના મેનેજમેન્ટ સ્ટુડન્ટસની ક્યુરિયોસિટી અનુભવીને ઘણું સારું લાગ્યું. મે ઘણા સમય પછી ફરી વિદ્યાર્થી બનવાની મજા આવી.
    કોલેજ અભ્યાસ પછી શું કરી શકાય, કેરિયરને કયા ‘પોઈન્ટ ઓફ વ્યૂ’ થી જોવું જોઈએ, અને વિદ્યાર્થીકાળના ઘણા અગત્યના મુદ્દાઓ ચર્ચાયા. સ્ટુડન્ટ ના મગજ માંથી જેમ જવારા ફૂટે એમ ઉત્સાહના આવેગોને અનુભવ્યાં, જેમ ઊભરો આવે, એને જાણી જોઈને ઉફણવા દઈએ અને જેમ મેળામાં ઊચા માં ઊચું ચકડોળમાં નીચે આવતાની સાથે જે શરીરની અંદરથી આવતી ઝણઝણાટી અને નખશીખ સુધી અનુભવતો રોમાંચ આજે મને વિદ્યાર્થીઓની આંખમાં જોયો અને શબ્દોમાં સાંભળ્યો.
    મારા અનસ્ક્રીપટેડ ટોક પછી વિદ્યાર્થીઓમાં જે આ રોમાંચની અનુભુતિ થઈ એ સાંભળીને હું પણ ગદગદિત થયો. મારા લાઈફના ઘણા મોમેન્ટ્સ ક્યાંકને ક્યાંક કોઈને ટચ થાય છે એ આજે ફીલ કર્યું.
    સારું નહી પણ સાચું બોલવું એ જ INSPIRATION જગાડી શકે, એ માટે બહારથી કોઈ MOTIVATION ની જરૂર પડતી નથી. જેવા ભી બનો સેલ્ફમેડ બનો, ગોડફાધર કે સલાહકાર બનવા કરતાં આજીવન વિદ્યાર્થી બનીને રહો.
    પરિસ્થિતિઓ અટપટી હોય શકે, કાળક્રમે આવતા બદલાવોની સામે ઝઝૂમવું જ જોઈએ, પડીને ઊભું થવું જ જોઈએ, આ માટે સાહસ કરવું જ જોઈએ, શૂન્યથી ધારો એટલી વાર શરૂ કરી શકો છો, બસ સાહસ પોતાનું જ હોવું જોઈએ.
    ક્રાઇસ્ટ કોલેજે સાથેનો આ અવસર યાદગાર રહેશે.
    મારો ટોપિક હતો ‘SELL YOUR SELF’ અને ક્રાઇસ્ટ કોલેજે મને નવાજયો ‘VALUE YOUR SELF’
    આભાર
    #

    BRANDING

    • Jul 17, 2022
    #

    કર્મા

    • Aug 06, 2022
    #

    મનીષા

    • Aug 09, 2022
    #

    વીર !!

    • Aug 09, 2022
    #

    Expat Kids

    • Nov 04, 2022
    #

    જોકર

    • Nov 04, 2022
    #

    E CHAI

    • Aug 01, 2023
    #

    GAURAV KOTHARI

    • Aug 01, 2023
    #

    STARUP MEANS

    • Aug 01, 2023