E CHAI

  • Aug 01, 2023
  • eChai… સ્ટાર્ટઅપ....અને રાજકોટ
    હેલ્લલ્લલ્લલો.... ધીસ ઇસ નોટ યોર ફિલોસોફી ક્લાસ......
    સ્ટાર્ટ અપ... વર્ડ કા મતલબ બતાઓ બસ...
    રાજકોટ કાઠિયાવાડનું કેપિટલ સદીઓથી રહ્યું છે, જ્યારથી સમકાલીન સૌરાષ્ટ્રના પ્રાંતો કાઠીયાવાડમાં લુપ્ત થયા ત્યારથી સૌરાષ્ટ્ર રાજ્ય બનવાના મનસુબાઓ પૂરા થયા, છતાં આજ સુધી સમગ્ર જનમાનસમાં કાઠીયાવાડ શબ્દ દ્રઢ રીતે અકબંધ છે. કાઠીયાવાડની ઓળખ એવા રાજકોટ શહેરે વ્યાપાર કરવાના એક આગવા કેન્દ્ર તરીકેની ઓળખ જાળવી રાખી છે.
    આવો જાણીએ રાજકોટમાં સ્ટાર્ટઅપ એક્ટિવિટી આધારીત ચાલતા યજ્ઞ વિશે
    eChai… રાજકોટમાં ચાલતું એક સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ છે, જ્યાં શ્રેણીબધ્ધ સ્ટાર્ટઅપ્સ એ પોતાની બુનિયાદ રાખી છે, બિઝનેસ કરવા માટેના અવનવા વિચારબીજોને વેર્યા છે, અને મહત્વકાંક્ષીય સપનાઓના વાવેતર કરવાની શરૂઆત કરી છે, સાથે શહેરમાં સ્ટાર્ટઅપ માટે જરૂરી એવા સસ્ટેનેબલ નેટવર્કીંગ પ્લેટફોર્મની ઓળખ પણ મેળવી છે. માર્મિકભાઈ ભટ્ટ રાજકોટમાં eChai પ્લેટફોર્મને આયોજનબધ્ધ રીતે મેનેજ કરી રહ્યા છે. અલગ-અલગ કોન્સેપ્ટ, વિવિધ રેવન્યુ મોડેલ આધારીત વિવિધ વ્યવસાયોના સ્ટાર્ટઅપ કરનારને એક્સપર્ટ ટોક તરીકે ઇન્વાઇટ કરે છે, અને પ્રોપર ફોર્મેટમાં લાઈવ સંવાદ કરે છે. એક્સપર્ટ પાસેથી તેમના વ્યવસાય લક્ષી જર્નીને, સંઘર્ષો અને અડચણોને તેમના જ શબ્દોમાં સાંભળવા, ધંધો શરૂ કરતાં સમયે આવેલી શ્રેણીબધ્ધ અડચણો અને ચેલેન્જ સાંભળવી, બિઝનેસ કરવા માટેની મહત્વકાંક્ષાઓ જાણવી. એક્સપર્ટ પાસેથી જ સફળતાના શિખરો કરતાં સફળતાની શરૂઆતને સાંભળવી, એ રોમાંચની અનુભુતી કરવી, અને લોંગ લાસ્ટિંગ નેટવર્કીંગની સોનેરી તક તો ખરી જ, જ્યાં તમે ખીલી શકો છો, અને મન મૂકીને ખૂલી પણ, જે એક નવા સ્ટાર્ટઅપ માટે જરૂરી છે.
    ‘eChai’ રાજકોટમાં સ્ટાર્ટઅપ માટે પોઝિટિવ એમબીયન્સ, પ્રોફેશનલ અને કોર્પોરેટ પ્લેટફોર્મ પૂરું પાડે છે. દર મહિને ૨ વાર સાચ્ચા અર્થમાં echai પર ચાય પે ચર્ચા થાય છે. ફ્રેશ ગ્રેજ્યુએટ, અંડર ગ્રેજ્યુએટ, ઈંટર્ન્સ, ઉત્સાહી અને સ્કિલસેટ ધરાવતા વિવિધ વિષયના નિષ્ણાંતો, વ્યક્તિગત પ્રતિભાઓ સાથે સંવાદ કરવા માટેનું એક યોગ્ય નેટવર્કિંગ પ્લેટફોર્મ છે, અહિયાં કોઈ પણ પોતાના વ્યવસાયની પીચ, સમજ, તેમજ યોગ્ય નેટવર્કીંગ કરી શકે છે. કોર્પોરેટ દુનિયામાં ડગમગ કરતાં પા-પા પગલી કરતાં લોકોને અનુભવી બિઝનેસમેન દ્વારા યોગ્ય ટિપ્સ મળી રહે અને પોતાના વ્યસ્ત શેડ્યૂલ માંથી સમય કાઢીને આવેલા કોર્પોરેટ્સ સાથે વિચારોનું આદાન પ્રદાન થાય છે એ નફામાં.
    મારા જેવા ઘણા લોકો આ પ્લેટફોર્મ પર વ્યક્તિગત પોતાના સ્ટાર્ટઅપની જર્ની શેર કરી ચુક્યા છે અને કરતાં આવ્યા છે. પ્રેરણારૂપ કહી શકાય એવું પ્લેટફોર્મ કે જ્યાં લોકો પોતાની જાતને જ સેલ કરી શકે. મારા ELEVATOR PITCH નામના વેબસાઇટ કન્ટેન્ટ અને કન્સેપ્ટ રાઇટિંગને લગતા સ્ટાર્ટઅપ અંતરગર્ત eChai પ્લેટફોર્મ પર માર્મિકભાઈ એ તક આપી આ બદલ એમનો આભારી છું.
    ‘eChai’ ઘણા સ્ટાર્ટઅપની ફિલોસોફીઓને સીધા રસ્તા પર લઈ આવવામાં મદદ કરે છે, અને તંદુરસ્ત ઓપન-પ્રશ્નોતરી સેશનથી સ્ટાર્ટઅપની આઇડલ શરૂઆત કેવી હોઇ શકે એ આ પ્લેટફોર્મ પરથી ખૂબજ સરળ અને સાહજીક રીતે ડિલીવર થાય છે. Economic Times (5 August 2022) ના અહેવાલ મુજબ ભારત વિશ્વનું સ્ટાર્ટઅપ કેપિટલ બનવા જઈ રહ્યું છે, સ્ટારઅપને વધુ સ્પોર્ટ મળી રહે એ માટે eChai જેવા માળખાકીય સેટઅપ ખૂબ જ જરૂરી છે જ્યાં સ્ટાર્ટઅપનો મતલબ સાર્થક થાય છે.
    રાજકોટ ચેપ્ટરમાં કોઈ પણ સ્ટાર્ટઅપ ઉત્સાહી, માર્મિકભાઈ ભટ્ટ નો સંપર્ક કરી શકે છે.
    ડો. રિતેશ ભટ્ટ
    Marmik Bhatt : +91 85308 83376
    #

    BRANDING

    • Jul 17, 2022
    #

    કર્મા

    • Aug 06, 2022
    #

    મનીષા

    • Aug 09, 2022
    #

    વીર !!

    • Aug 09, 2022
    #

    Expat Kids

    • Nov 04, 2022
    #

    જોકર

    • Nov 04, 2022
    #

    SELL YOUR SELF

    • Aug 01, 2023
    #

    GAURAV KOTHARI

    • Aug 01, 2023
    #

    STARUP MEANS

    • Aug 01, 2023