*તમે કેટલા સેલરીમાં કામ કરો છો એના કરતાં કોની સાથે કામ કરો છો એ ખૂબ જ અગત્યનું છે.* Epp Composites
નીયત ક્રમ મુજબ રવિવારે હું મારી ઓફીસની સફાઇ કરી રહ્યો હતો, સાથે સાથે આપણે જેમ ડેટાનું બેક અપ લઈએ એમ...સ્ટોર થયેલા ડેટા માંથી બીન જરૂરી ડોક્યુમેન્ટને લેપટોપમાંથી કાયમ માટે ડિલીટ.... આતો જ્યારથી બેક અપ લેતો થયો ત્યારથી જ કરું છું, નજર સામેની આવતી તમામ ચીજ વસ્તુ બોલતી હોવી જોઈએ, એટલે બિનજરૂરી ચીજના સંગ્રહનો તો કોઈ સવાલ જ નથી આવતો, અને હવે ખબર પણ પડવા લાગી છે કે કેટલું તેમજ કેવા પ્રકારના ડેટાનું બેકઅપ લેવું જોઈએ....
તેવામાં અચાનક જ મારી નજર મારી એક ખૂબ જૂની ડાયરી પર પડી, કેમેસ્ટ્રીના ફોર્મ્યુલા સાથે થોડું જૂનું લખાણ અને સાચવેલા ID કાર્ડ્સ ફરી સામે આવ્યા અને હું ફરી પાછો ૨૦૦7માં જતો રહ્યો.. પોસ્ટમાં જે તમને ID દેખાય છે એ છે પ્રોબેશન ટાઈમ સર્વ કર્યા પછીનું મારી ફર્સ્ટ જોબનું ID.. અને આજે હક થી કહી શકું છું કે એ ‘મારી’ પ્રથમ જોબ હતી, પણ કાયમી માટેની કોર્પોરેટ લર્નિંગ સ્કૂલ બની રહેશે એ કદી નહોતું વિચાર્યું. તમે કેટલા સેલરીમાં કામ કરો છો એના કરતાં કોની સાથે કામ કરો છો એ ખૂબ જ અગત્યનું છે.
જ્યારે હું વિદ્યાનગર માસ્ટર કરતો ત્યારે વેકેશનમાં રાજકોટ આવેલો અને મારુ છેલ્લું સેમેસ્ટર બાકી હતું ત્યારે મારા મીત્ર કુણાલ માંકડના કહેવાથી EPP COMPOSITES PVT LTD માં ઇંટરવ્યૂ આપ્યો, મને બરોબર યાદ છે કે ટેકનિકલ ઇંટરવ્યૂ મારા મેનેજર HARMAN TRIVEDI SIR એ લીધેલ , ત્યારબાદ ગાયત્રી મેડમ અને છેલ્લે ફાઇનલ ઇંટરવ્યૂ કંપનીના MD શ્રી જયરાજ ભાઈ શાહે લીધેલું.
લેબ કેમિસ્ટ તરીકે નોકરી પર લાગ્યા પછી થીયરી અને પ્રેક્ટિકલનો ભેદ સમજતો થયો. પોલીમર કેમેસ્ટ્રીમાં સાયન્સ અને એન્જિનયરિંગનો સમન્વય સમજતો થયો, વિચારવું અને અમલમાં મૂકવું એ જાણ્યું, જે ભણ્યુ તેની એપ્લિકેશનને તરીકે વિશાળ સ્કેલ પર જોઈ, કંપનીમાં મારો નાનો અમથો રોલ પણ સમજ્યો, કંપનીનો થોડો ઓવરવ્યું આપીને મૂળ વાત પર આવું. EPP કંપોસાઇટ્સ પ્રા. લી. એ મુખ્યત્વે થરમોસેટ પોલીમર, ગ્લાસ ફાઈબર્સ રેઇન્ફોરસ્ડ પોલીમરની ખૂબ જ વિશાળશ્રેણીમાં પ્રોડક્શન તેમજ વૈશ્વિક સ્તરે સપ્લાઈ કરે છે. ભારતના ઘણાબધા સ્માર્ટસીટીના ઇન્ફ્રાસ્ટ્રકચરમાં EPPનું ઘણું યોગદાન છે, મેક ઇન ઈન્ડિયાના અઢળક પ્રોજેક્ટમાં EPP ઇન્ફ્રાસ્ટ્રકચર પાયામાં છે.
મે જ્યારે ૨૦૦7માં EPP જોઇન્ટ કર્યું ત્યારે માન. શ્રી જયરાજ ભાઈનું રોજનું રૂટિન હતું કે સવારે 9:00 પહેલા પોતે ઓફિસમાં આવી જતાં અને ઓલમોસ્ટ તેમના જૂના સથીદારોને રોજ સવારે મળતા, કે જેઓ કંપનીના પાયાના સ્કિલ્ડ કારીગરો તો હતા જ, પણ પ્રોડક્ટ ડેવલોપમેન્ટની સાથે EPP ને એક અલગ જ કક્ષામાં લઈ જવામાં એટલા જ હકદાર હતા જેટલા ઓફીસમાં બેસીને કામ કરનાર ભણેલ ગણેલ લોકો .. જેમ ઇલેક્ટ્રોન તેની બાહ્ય કક્ષામાં પરિભ્રમણ કરે તેમ.....
આજે જ્યારે હું મારી જ પોતાના કામમાં ઓકયુંપાઇ હોવ છું ત્યારે મને હવે સમજણું કે એ સમયે જયરાજ સર, એકદમ ઝીણવટ પૂર્વક કંપનીના ઘણા બધા ડિપાર્ટમેન્ટમાં ખૂબ જ પાયામાં રહીને અભ્યાસ કરવાની તત્પરતા શું કરવા દાખવતાં હશે..! કોઈ પણ કક્ષાનો એમ્પ્લોય જયરાજ સરને એક જ રિસ્પેક્ટની નજરથી જુવે અને આમ એના વિશાળ વ્યક્તિત્વનો પરિચય કેળવ્યો હતો જે આજ સુધી અકબંધ છે. આજે મને ખૂબ જ પ્રાઉડ છે કે મે જયરાજ સરની સાથે માત્ર 4 વર્ષ કામ કરેલું છે છતાં સતત જોડાયેલો રહ્યો છું.
તેઓ હમેશા કોઈ એમ્પ્લોયને સારી જોબ મળતી હોય તો રોકતા નહી, તેઓ હમેશા કહે કે ‘ગ્રોથ કરવાનો અને આગળ વધવાનો બધાને જ અધીકાર છે.’ 1000 માંણસોથી વધુના ઘર ચલાવતા ચલાવતા સતત બેલેન્સ રહેવું, શીખતા રહેવું, અને સૌથી અગત્યનું તેમના એમ્પ્લોયને EMPOWERED કરવા, સ્કિલસેટ શેર કરવી. તેઓ કહેતા કે તમારો જ એમ્પ્લોય ક્યારે તમારો ક્લાયન્ટ બની રહે, યુ નેવર નૉસ.. EPPના સથવારે એક લેબકેમિસ્ટ તરીકે શરૂ કરેલી સફરમાં આવેલા ઘણા પડાવો જેવા કે Ph.D કેમેસ્ટ્રી, રિસર્ચ પ્રોજેક્ટ્સ, વિદેશમાં પણ ઘણા પ્રોજેક્ટ્સમાં એમનો મોરલ સ્પોર્ટ અને સાથે ઊભા જ છે એવી તત્પરતાએ મને હમેશા પીઠબળ આપ્યું છે. સતત શીખવાની એમની આદત મને આજે પણ સ્પર્શે છે ,,,,,તેઓના જ શબ્દ છે કે ‘મારા નામનો તારે જ્યાં લાગે ત્યાં ઉપયોગ કરી લેવો’ THIS IS CLASS A PART…. મારા ઘડતરમાં કામ દરમ્યાન બોલાયેલા એમના શબ્દો મારા માટે એટલા મૂલ્યવાન હતા, જેનું મૂલ્યાંકન કે અર્થઘટન શબ્દોથી કરવું અશક્ય છે. એટલે જ તો આ મારા IDs આજે પોસ્ટ કરી રહ્યો છું, જે ઓલમોસ્ટ 17 વર્ષ જૂના થઈ ગયા હોવા છતાં એનર્જીની સ્ફુરણા જગાવે છે. સમય જરૂર બદલાયો છે, પણ જયરાજ સરને મળવાની ઉર્જા હજુ બરકરાર છે.
તમે જ્યાં પણ કામ કરતાં હોય, પૈસાને નહી પણ તમે કોની માટે કામ કરો છો એ લક્ષમાં રાખીને તમારો સમય ખર્ચ કરજો. કંપનીના સ્કેલ કરતાં કંપનીનો જે બેકબોન છે એની કામ કરવાની શૈલી ને અનુસરો, કંપનીના ઇન્ફ્રાસ્ટ્રકચર નહી પણ તમારા ઘડતરમાં કંપની શું કરી શકે એ જુઓ, કંપનીનો સ્કેલ નહી, ડાઇરેક્ટરની સ્કિલ જુઓ, જાણો અને જોડાઓ. સમય અતિમૂલ્યવાન છે. મે EPP સાથે કામ કરીને એક પેઢી અને કોર્પોરેટ કંપની વચ્ચેનો ડિફરન્ટ જોયો છે, જ્યાં સતત શીખવાના સ્કોપ હોય અને લીટરલી મોમેન્ટમ હોય. આ મોમેન્ટમ કઈ ઓવરનાઇટ નથી આવતું.. મે EPPના શરૂઆતના તબ્બકાઓ જોયા છે, અને આજે એમની હરણફાળ જોઈને મને જરા પણ આશ્ચર્ય નથી.... જયરાજ સર સાથે કામ કરવું એક લ્હાવો હતો. હજુ પણ ઊતરોતર સફળતાઓના શિખરો સર કરશે જ, નિસંદેહ..
આજના સમયમાં જયરાજ સર જેવા બોસ મળવા દુર્લભ છે. એમની સાથે કામ કરીને સ્કિલને સ્કેલમાં કેમ લઈ જવી એ ખૂબ જ નજીકથી અનુભવ્યું છે, એની પાછળની એમની દિવસ રાતની મહેનત અને એમના ભાઈઓ ખાસ કરીને સિધ્ધાર્થ સર અને નિશાંતભાઈ સાથેનું ટીમ વર્ક, વિશ્વાસુ એમ્પ્લોયને સંકલીત કરી અને આયોજન મુજબ જ અમલીકરણ….
મારા કાર્યકાળ દરમ્યાન નામ જોગ કહું તો નિશાંતભાઈ, મેહતા સર, Anant Daveદવે સર, હરમન સર Harmen Trivedi , હિરેનભાઈ, Hiren Vaghela ઠાકર સર, વિશાલ ગોંડલિયા Vishal V Gondaliya, અમીતભાઈ Amit Bhalodia , દિલીપ Dilip Boghani, વિશાલ, વિક્રમ, વિપુલ, રાકેશ, મહેશ, તુષાર , વીરૂ , લાલભાઇ, પ્રતિક , ભરત, રાહુલ અને ઘણા બધા કર્મચારીઓનું યોગદાન યાદગાર હતું અને હજુ પણ સંપર્કમાં હોવાનો ગર્વ અનુભવું છું.
EPP COMPOSITES PVT LTD અને સર્વે કર્મચારીઓને શુભેચ્છાઓ



























































.jpg)











.jpg)


















.jpg)












