Learn to Live with Empty Pocket l Dr. Ritesh Bhatt l The Genius Talk

  • Aug 01, 2023
  • રાજકોટના જ ડો. રીતેશ ભટ્ટ છેલ્લા 14 વર્ષોથી યુરોપમાં રહે છે પરંતુ એમનું જીવન જરા પણ આસાન નથી રહ્યું. બાળપણમાં એમના પિતાજી સીઝન પ્રમાણે અલગ અલગ વસ્તુઓની રેંકડી કાઢતા હતા ત્યારે ડો. રીતેશ પણ પિતાજીને મદદરૂપ થવા એમની સાથે જતા. એમના પિતાજીના સંઘર્ષ અને સખત પુરુષાર્થના તેઓ સાક્ષી રહ્યા છે આથી તેઓ સારી રીતે સમજતા કે એમના પિતાજી કઈ રીતે ઘરનું ગુજરાન ચલાવે છે. ડો. રીતેશે પોતે પણ રેસકોર્સ, શાસ્ત્રી મેદાન, મેળા વેગેરે જેવી જગ્યાઓ પર વસ્તુઓ વેચી છે. 11 - 12 વર્ષ દર શનિવારે શનિવારી બજારમાં સીડી પણ વેચી છે અને મેટોડામાં બુધવારીમાં વસ્તુઓ વેચવા જતા. ભણવાની ફી ભરવી પણ મુશ્કેલ હતી તો બીજા કોઈ શોખ કે એ વસ્તુની તો વાત જ ન હતી.

    આમને આમ કપરા દિવસો કાઢી એમણે ગ્રેજ્યુએશન, માસ્ટર્સ અને પછી Ph.D. પૂરું કર્યું અને આખરે 22 વર્ષની ઉંમરે ડેનમાર્ક ગયા અંતે ત્યાંની કોપનહેગન બિઝનેસ સ્કૂલમાં વિધાર્થીઓને ભણાવાનું શરુ કર્યું. પરંતુ મુશ્કેલીઓ જાણે ડો. રિતેશનો પીછો છોડવા તૈયાર ન હોય એમ યુરોપમાં મંદી આવી અને એક જ વર્ષમાં એમની જોબ છૂટી ગઈ. હવે એમને પાછું વળવું ન હતું એટલે તેમને ત્યાં રેસ્ટોરન્ટમાં ડીશ વોશર તરીકે કામ શરુ કર્યું. આ કામ પણ સહેલું ન હતું, સાવ તળીયેથી શરુ કરી તમે એક મુકામ પર પહોંચો અને ફરી પાછું તળીયે પહોંચવા જેવી આ ઘટના હતી. પરંતુ અહંમ ને ઓગાળી તેઓએ 6 વર્ષ સુધી યુરોપની અલગ અલગ 22 રેસ્ટોરન્ટમાં ડીશ વોશર તરીકે કામ કર્યું. આખરે એક દિવસ એમને એક વ્યક્તિએ એમને એમની પોતાની ઓળખ કરાવી અને ડો. રીતેશે જીવનમાં ફરીથી ઉભા થવાનું નક્કી કર્યું. તો આવો જાણીએ એમની સફર એમની પાસેથી જ.

     

    https://youtu.be/hjp8LFxVS-Y

    #

    BRANDING

    • Jul 17, 2022
    #

    કર્મા

    • Aug 06, 2022
    #

    મનીષા

    • Aug 09, 2022
    #

    વીર !!

    • Aug 09, 2022
    #

    Expat Kids

    • Nov 04, 2022
    #

    જોકર

    • Nov 04, 2022
    #

    E CHAI

    • Aug 01, 2023
    #

    SELL YOUR SELF

    • Aug 01, 2023
    #

    GAURAV KOTHARI

    • Aug 01, 2023
    #

    STARUP MEANS

    • Aug 01, 2023