STARUP MEANS

  • Aug 01, 2023
  • સ્ટાર્ટ અપ શબ્દ 70ના દશકામાં સૌ પ્રથમ ફોર્બ્સ મેગેઝીને ટાંક્યો ત્યારબાદ છેલ્લા ઘણા સમયથી ચલણમાં રહ્યો છે.
    આજે મારા અંગત અનુભવો પરથી સ્ટાર્ટઅપ વિષે થોડું જણાવું છું.
    સ્ટાર્ટઅપ એટલે કોલેજકાળમાં ખાલી ખીચે આવેલો એક જબ્બરદસ્ત ખયાલ !
    સ્ટાર્ટઅપ એટલે મૃગજળ માંથી પાણી કાઢવાની વાત !
    સ્ટાર્ટઅપ એટલે ક્ષિતિજોને સમયસર આંબવાની દોડ !
    સ્ટાર્ટઅપ એટલે નીંદરનો રિતસરનો નાતો તોડીને દલીલો માંથી ડિસ્કશન તરફ વળવાનો અભીગમ.
    સ્ટાર્ટઅપ એટલે 100 મીટરની સપ્રિન્ટ નહી પણ અડચણો વાળી મેરેથોન
    સ્ટાર્ટઅપ એટલે તમારી નબળાઈને જાહેરમાં સ્વીકારવી અને સુધારવી
    સ્ટાર્ટઅપ એટલે શરૂઆત માં બે, ત્રણ કે ચાર અથવા આઈડીયલી 5 લોકોથી જન્મેલા વિચારને કોર્પોરેટ સ્ટ્રક્ચર આપવાના સપનાઓ જ્યારે.., કપરા લાગતા ચઢાણો પર છેલ્લે એકલા ખભે જવાબદારી ઉચકીને ચાલવાનું આવે ત્યારે જે રોમાંચ અને ચિંતાઓનું એક્સાઈટમેન્ટ તેમજ તણાવોની અનુભૂતિ થાય ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈને જ રહે !
    ફ્લેશબેકમાં ડોકીયું કરું છું તો 2015 ના યુરોપની ટોપ 50 માં આવતી બિઝનેસ સ્કૂલમાં એક સ્ટાર્ટઅપ ઈંટર્ન્સ તરીકે કામ કરતો. વિવિધ ડેમોગ્રાફી તેમજ ફર્સ્ટ વર્લ્ડમાં ઉછરેલા વ્યક્તિઓના માઈન્ડસેટ સાથે કામ કરવું અને વિચારોની આપલે થતી, આ કોલેજમાં વીકમાં એક OPEN WEDNESDAY પ્રોગ્રામ ચાલતો, ત્યાં લોકો પોતાના સ્ટાર્ટઅપની ડિસ્કશન કરતાં, પરામર્શ કરતાં અને આદાન પ્રદાન પણ....
    એકઝેટ 7 વર્ષ પછી શ્રી દુષ્યંત જોશી કે જેઓ RK UNIVERSITY માં ઇન્કયુબેટર મેનેજર તરીકે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે છે. તેમના આમંત્રણથી ઇન્ટરનેશનલ રિસર્ચ કોન્ફરન્સ 'ICOSTART 2022’ માં સ્પીકર તરીકે જવાનું થયું અને મે મારુ સ્ટાર્ટઅપ બેબી WWW.IMBLUECOLLARS.COM વિષે પીચ આપી હતી.
    ઈન્વેસ્ટર્સ, રિસર્ચ સ્કૉલર્સ, પ્રોફેશર્સ, ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ અને વિવિધ સ્ટ્રીમના બીઝનેસમાં ઝંપલાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ સમક્ષ મારા છેલ્લા દશકાની રોલર કોસ્ટર્સ લાઈફ જર્નીની ચર્ચા કરી, મારી વર્કિંગ લાઈફ કેવી રીતે સેલ્ફ એમ્પ્લોય લાઈફ બની એ વાસ્તવિક્તાઓને મુક્ત મને ખુલીને વર્ણવી.
    આ તક અને પ્લેટફોર્મ માટે હું દુષ્યંત સરનો આભાર વ્યક્ત કરું છું અને RK University નો ઋણી રહીશ.
    આ ઇવેંટ દરમ્યાન ખૂબજ રસપ્રદ રિસર્ચ પેપર્સના પ્રેઝન્ટેશન થયા, લોકો કેટલા પેશનથી અને ખંતથી પોતાના વર્ષોના રિસર્ચને 10 મિનિટમાં કેવી રીતે રજુ કરે છે એ સ્કિલ્સ માટે ફરી RK યુનિવર્સિટીના પ્રોફેસર્સ તેમજ તેમના મેન્ટર્સ અને ઓફકોર્સ ત્યાંનો અભ્યાસ લક્ષી માહોલ પ્રશંશાને પાત્ર છે.
    મારા Social Entrepreneurship startup આઈ એમ બ્લુકોલર્સ વિષે જણાવવાના ઉત્સાહ સાથે આ સફળ ઇવેંટમાં શ્રેણીબધ્ધ એક્સપર્ટ લોકોને સાંભળવાનો લ્હાવો મળ્યો.
    એક વાત સ્પસ્ટ છે, દુનીયા પાગલ લોકો એ જ બનાવી છે, કઈક કરવું હોય તો તમારામાં પાગલપન તો હોવું જ જોઈએ. અને હા !!! પુરુષાર્થ વગર પ્રારબ્ધ પાંગળું જ છે એ તો ખરું પણ The pen is mightier than the sword. એ ના ભુલવું.. બધે જ પૈસા કામ નથી આવતા ઘણા દાખલાઓ છે જ્યાં પૈસા એ વિદ્યાની ખરીદીમાં પાંગળા સાબીત થાય છે.
    ઉત્સાહ અને ઉર્જાનો સંચાર કરતાં RK યુનિવર્સિટીના પ્લેટફોર્મ પર નવા નવા સ્ટાર્ટઅપ્સને જે રીતે તર્કબધ્ધ રીતે સીંચન કરવામાં આવે છે એ માટે તમામ લોકોને શુભકામનાઓ.
    સ્ટાર્ટઅપની સફર દરમ્યાન ઉમ્મીદ અને આશાઓ પર ઠંડુ પાણી ફેરવનારાઓના ભેટા તો થતાં જ રહેશે.! પણ જેનામાં આગ લાગેલી રહેશે એ જ તપશે અને એ જ ટકશે
    #

    BRANDING

    • Jul 17, 2022
    #

    કર્મા

    • Aug 06, 2022
    #

    મનીષા

    • Aug 09, 2022
    #

    વીર !!

    • Aug 09, 2022
    #

    Expat Kids

    • Nov 04, 2022
    #

    જોકર

    • Nov 04, 2022
    #

    E CHAI

    • Aug 01, 2023
    #

    SELL YOUR SELF

    • Aug 01, 2023
    #

    GAURAV KOTHARI

    • Aug 01, 2023