‘કૃતજ્ઞતા’, લાગણીઓના અસંખ્ય પ્રકાર હોય છે, એમાંની હકારાત્મક લાગણીઓ માની એક એટલે કૃતજ્ઞતા. પ્રત્યેકના જીવનમાં સમયાંતરે કઈ ને કઈ સારો અવસર આવતો હોય છે, કે હકારાત્મક ઘટના ઘટતી જ હોય છે, એ માટેનું નિયતિ નિમિત માત્ર કારણ એટલે જ કૃતજ્ઞતા, આભાર પ્રગટ કરવાનો અવસર. કૃતજ્ઞતા વ્યક્ત કરવા પાછળ કોઈ એક ચોક્કસ એવો પ્રસંગ હોય છે, કોઈ વ્યક્તિ હોય છે, જે તમે કદાચ વિસરી ના પણ શકો. કારણ કે આ ઘટના પછી તમારી ઝીંદગીમાં આવેલો નાટ્યાત્મક વણાંક, એ પછી કલ્ચરલી હોય કે કોર્પોરેટ પણ એ પછી બનેલી તમારી ઇમારતના પાયા માંથી એક કાંકરી પણ ના ખરે!!
આમ તો હું મારા જીવનમાં બનેલી ઘણી હકારાત્મક ઘટનાઓ શેર કરી ચૂક્યો છું. આજે વાત શેર કરું છું ગૌરવ કોઠારીની અને એમના કામ પ્રત્યેના જુસ્સાની, ડેડીકેશનની.
ગૌરવભાઈ વિશે વાત કરું એ પહેલા થોડી પણ ખુબજ અગત્યની વાત મારે એમના પપ્પા વિશે કરવી છે, ઇન્ફેકટ એમના પેરેન્ટ્સનો પણ એક બુનિયાદી રોલ છે મારા જેવા ઘણા બાળકોના અક્ષરજ્ઞાનમાં.. પાયાના શિક્ષણલક્ષી ઘડતરમાં જે અહિયાં શેર કરું છું.
ગૌરવભાઈના પપ્પાને અમારી 40 વર્ષ જૂની સોસાયટી છે, શિવ શક્તિ કોલોની, જે રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી છે, અમારે ત્યાં ખૂબ જૂનો પાડોશ અને પાડોશીઓ છે. એમના પપ્પાને આખી સોસાયટી કોઠારી ભાઈ તરીકે માનપૂર્વક ઓળખે. હું વાત કરું છું 35 વર્ષ પહેલાંની જ્યારે અમારી સોસાયટીમાં ભણેલા લોકોની સંખ્યા નહીવત હતી, મોટાભાગના લોકો વર્ગ 4 ના કર્મચારીઓ, છૂટક કામદારો અને મજૂરવર્ગ રહેતો, જે આજે સમય જતાં સધ્ધર થયો છે. એ અરસામાં ખૂબ જ જૂજ લોકોને અક્ષર જ્ઞાન હતું, એમાંના એક એટલે મુરબ્બીશ્રી કોઠારી ભાઈ. સવારથી લઈને પોતાની આયુર્વેદિક જડીબુટ્ટીઓ બનવાના કામની સાથે સાથે સોસાયટીના છોકરાઓને ભણવાનું કામ સ્વૈછિક રીતે કરતાં, એમણે કદીયે એવી અપેક્ષા નહિ રાખી હોય કે, કોઈ તેમને આ કર્મનો બદલો કઈ રીતે આપશે. આજે હું 35 વર્ષ પછી આ વાતને શેર કરું છું અને કોઠારી ભાઈ પ્રત્યે મારી મારા સોસાયટીના ઘણા મિત્રો વતી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.
ગૌરવ કોઠારી એટલે, આજ ‘કોઠારીભાઈ’નો દીકરો. એમનો છોકરો આટલો કુશળ અને હુન્નરબાજ બનશે એ તો નિયતી એ કોઠારીભાઈ ની નીતિ જોઈને જ નક્કી કરી લીધેલું, બસ સમય એનું કામ કરતો રહ્યો અને જેમ ‘કુવા માં હોય તો અવેડામાં આવે જ’ તેમ ગૌરવભાઈ માં પણ કામ પ્રત્યેની નિષ્ઠા ખૂટી ખૂટી ને ભરી આવી છે, અને આખરે ‘કોઠારીભાઈ’ની આયુર્વેદિક જડીબુટ્ટીઓ કામ કરી ગઈ. મારા મમ્મી મને વાત કરતાં હોય છે કે જ્યારે તેઓને કશું પણ અક્ષરજ્ઞાન ન હતું, ત્યારે કોઠારીભાઈ એ મારી જેમ સોસાયટીના ઘણા બાળકોને ક, ખ, ગ.. લખતા શીખવ્યું. કોઠારીભાઈની લાગણી જ હશે કે તેઓએ ઘણા અભણ પાડોશીઓના છોકરાઓને લખતા-વાંચતાં કરીને પાડોશી ધર્મ નિભાવ્યો. મારા જેવાને લખતો પણ કર્યો અને ભણવાની ભુખપણ જગાડી.
સમય બહુ થયો નથી, મને બરોબર યાદ છે કે એકાદ વર્ષ પહેલા હું એક વેબસાઈટને લગતા ખૂબ જ અગત્યના IT પ્રોજેક્ટમાં અટવાયેલો હતો, પ્રોજેક્ટનું કામ સમય કરતાં થોડું વધુ ખેચાઈ ગયેલું અને સમયસર પૂરું થઈ શકે એવા કોઈ સંજોગો દૂર દૂર સુધી દેખાઈ રહ્યા ન હતા. બરોબર આ સમયે મારો સંપર્ક આદરણીય શ્રી નલીનભાઈ ઝવેરી એ ગૌરવ ભાઈ કોઠારી સાથે કરાવ્યો. કામ તો જોગાનુજોગ પૂરું થઈ ગયું પણ મે આ સમયે એક અલગ જ અભીગમ ધરાવતા વ્યક્તિનો પરિચય કેળવ્યો. ઘણા વર્ષો પછી ફરી ગૌરવભાઈના સંપર્કમાં આવ્યો. અમે મોડા મળ્યા પણ મુળીએથી મળ્યા. આ માટે હું ફરી મારા પથદર્શક શ્રી Nalin Zaveri નો આભારી રહીશ.
ગૌરવ ભાઈ, મારા એક સોશીયલ પ્રોજેક્ટ WWW.IMBLUECOLLARS.COM છેલ્લા એક વર્ષથી એકદમ બેઇઝથી અને બારીકાઈ થી કામ કરે છે, અને સતત અપડેટ અને અપગ્રેડ કરતાં રહેવાની એમની એક સારી આવડત છે. તમને વધુ સ્કિલસેટ વાળા પ્રોફેશનલ્સ મળી શકે પણ તમારા પ્રોજેક્ટને સમજીને તમારી કક્ષા સાથે મેચ થઈને કામ કરવું, તમને જોઈએ એ રીતે કામ કરવું અને માર્કેટ રિસર્ચ કરીને પોતાના બેસ્ટ ઈનપુટ આપવા જે તમારા કામમાં વધુ વેલ્યૂ એડેડ કરે છે.
ગૌરવ કોઠારી પોતે કુશળ IT એન્જિનિયર છે. પોતાની ટેકનિકલ સ્કિલ, ખાસ કરીને નેક્સ્ટ જનરેશન IT સ્કિલ્સ, રિસેન્ટ ટ્રેન્ડ્સ, IT લેંગ્વેજની સમજ, આગવી સુજબુજ અને ધંધાની કોઠાસૂજને કારણે ખૂબજ નાની વયે રાજકોટ થી જ ઓવર્સિસર્સના પ્રોજેક્ટને ટાઈમફ્રેમમાં ડિલીવર કરવો એ એમનો કામ પ્રત્યેનો જુસ્સો અને કમિટમેન્ટ દર્શાવે છે.
ગૌરવ ભાઈ, CRYSTAL INFOWAYS નામે રાજકોટમાં વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશનના વ્યવસાય સાથે જોડાયેલા છે અને સ્વબળે કામને સમજીને 15+ અલગ-અલગ IT ને લગતી પ્રોજેક્ટ બેઝ્ડ સ્કિલસેટ ધરાવતા લોકોને સાથે લઈને કામ કરે છે. તેઓ પોતે રાજકોટથી USA, UAE, EUROPE તેમજ ઓસ્ટ્રેલિયાના ઘણા પ્રોજેક્ટને ડેવલપમેંટ તેમજ મેનેજમેન્ટના કામ વિવિધ ટાઈમ ઝોન સાથે મેપિંગ-મેચીંગ કરીને કામ કરવામાં નિપુણ છે.
મારુ એમની સાથે વેબસાઇટ કન્ટેન્ટ લખવાનું કામ હોય છે, પણ તેમની સાથે થોડા પ્રોજેક્ટમાં કામ કરવાથી એટલું જાણવા મળ્યું કે તેઓ એક વિદેશની ધરતી પર એક સોનેરી અવસરને સાઈડ પર મૂકીને રાજકોટને જ પોતાની કર્મભૂમી બનવાનું નક્કી કર્યું છે અને રાજકોટથી જ તેમના અન્ય પ્રીમાઇસીસના વિવિધ પ્રોજેક્ટ મેનેજ કરે છે. આજ તો ખાસીયત છે રાજકોટના પાણીની જેને ચડે એને જ ચડે, રાજકોટની હવામાં જાદુ છે, એ યથાર્ત છે.
ગૌરવભાઈ તમને ફરી જન્મદિવસની શુભકામનાઓ. તમે ભવિષ્યમાં સફળતાના શિખરો સર કરો, ઉચાઈઓને આંબો અને તમારા સ્વભાવ મુજબ એટલા જ વિનમ્ર બની રહો એવી શુભેચ્છાઓ. તમારો આવનારો સમય મંગલકારી રહે અને આરોગ્ય તંદુરસ્ત રહે એ જ અભ્યર્થના



























































.jpg)











.jpg)


















.jpg)












