NO MEANS NO IS NOT ALWAYS A NO, IF ITS A HALF HEARTED NO..!

  • Aug 01, 2023
  • NO MEANS NO IS NOT ALWAYS A NO, IF ITS A HALF HEARTED NO..!
    પ્રેરણાત્મક વાતો કરવી એ બધુ ભાવાત્મક છે, ક્ષણીક સારું લાગે, સારું નહી પણ સત્ય કહેવું એ ખૂબજ જરૂરી છે, અને એજ સાચી વ્યવસ્થાપન શૈલી છે. મારુ માનવું છે કે સફળતા નહી પણ નિષ્ફળતાઓની ચર્ચા થવી જોઈએ, કારણકે સફળતા અહંકારનું સર્જન કરે છે જ્યારે નિષ્ફળતા એ ચરિત્રનું નિર્માણ કરે છે.
    સ્ટાર્ટઅપને પ્રોત્સાહીત કરતું રાજકોટમાં એક પ્લેટફોર્મ ખૂબ જ સારી રીતે ચાલે છે એનું નામ છે E-chai હું એને Each-I કહું છું મતલબ પ્રત્યેકમાં તમે તમારી જાતને શોધવી, ઘણા લોકો પોતાના બિઝનેસને લગતા મનોમંથન શેર કરતાં હોય છે, જ્યાં આરગયુમેન્ટ નહી ડિસ્કશનને, ટાટિયાં ખેંચ નહી પુશ-પુલ ફેક્ટરને, માત્ર પ્રેઝેન્ટેશનને નહી પણ ઇન્ટેનશનને પ્રાધાન્ય અપાય છે. સારી વસ્તુ હમેશા ક્યાંકને કયાક નજરે ચડી જાય અથવા આંખે વળગી આવે છે.
    હું રાજકોટમાં વિઝા કન્સલ્ટન્સી, ફ્લાઇ ટિકિટ બુકિંગ, B2B ફ્લાઇટ બુકિંગ પોર્ટલ તેમજ વેબસાઇટ ડિઝાઇન, બ્લુ કોલર્સ નેટવર્કિંગ પ્રોફેશન સાથે સંકળાયેલો છું, ધીમે ધીમે બધા જ વ્યવસાયને પ્રોપરાઇટરમાં શરૂ કર્યા હતા હવે બધાને ધીમે ધીમે પ્રાઇવેટ લીમીટેડ ફર્મમાં લઈ જાવ છું. સ્વાભાવિક છે એક મેનેજમેન્ટ ને સેટઅપ કરવું, કામને સેલ્ફ ડ્રીવન મોડમાં લઈ જવા માટે તમારે એક પ્રોપર પિલર્સ જોઈએ, સિસ્ટમ જોઈએ જ, જો તમારે ખૂબજ લાંબુ ચાલવું હોય અને તમારી પ્રત્યેક પ્રોડ્કટને આજીવન જીવંત રાખવી હોય તો .!
    લગભગ સર્વિસ સેક્ટર્સ સાથે જ જોડાયેલો હોય નેટવર્ક અને નેટવર્થની સમય જતાં સારી સમજ કેળવી છે. ઈન્વેસ્ટર્સ હોય કે સ્ટેક રિસર્વર્સ, ફંડ પ્રોવાઈડર્સ હોય કે વેન્ચર્સ કેપિટાલિસ્ટ…..તમારી પ્રોડ્કટને તમારે જ સેલ કરવી પડે, એટલે જ હું મારા સેમીનારને સેલ યોર સેલ્ફ ટાઇટલ આપતો હોવ છું.
    આ E-CHAI ના રાજકોટ પ્લેટફોર્મ પર મારો Dharamraj Dhadhal સાથે મારો મારી જ સ્ટોરી આધારીત ક્વેશ્ચન આન્સર સેશનમાં સારું બોલવા કરતાં સાચું બોલવા બાબતે સંમતિ થઈ, પછી ઘણીય બાબતો પર સહમતી થઈ અને છેવટે ઈન્વેસ્ટર્સ તેમજ વેન્ચર્સ કેપિટાલીસ્ટોના કાફલાને ખૂણામાં મૂકીને મારી પહેલી પ્રાઇવેટ લિમિટેડ કંપની પર હસ્તાક્ષર થઇ.
    ઘણી બાબતો પર આનાકાની હોય શકે, ઘણી વખતે સીધી ‘ના’ પણ હોય શકે, પણ દરવખતે ના એ ના નથી હોતી. પૂછાયેલા પ્રશ્નોના જવાબ ઘણી વખત નો પણ મળે, પણ ઘણા સવાલ-જવાબના દ્વંદ્વમાં અને ઊલઝનોમાં તમારાથી અલગ પ્રકારની સ્કીલ સેટ ધરાવતા ઘણા વ્યક્તિ મળી શકે. જે કદાચ તમારો અવકાશ પૂરો કરી પણ શકે, અને વ્યવસાયને એ અલગ આયામ આપી પણ શકે.
    હું સર્વિસ ઇન્ડસ્ટ્રીસ્ ને એકદમ ટોપ પ્રોફેશનલ ગણું છું, ના કોઈ રોકાણ કે ના કોઈ દેણું, માત્ર અને માત્ર અનુભવ જ શેર કરવાનો છે, અને હું કોઈને આમાં હરીફ નથી સમજતો કે નથી માનતો, તમારામાં જો સચ્ચાઈ હશે તો લોકો તમને શોધતા આવશે, ખોટા પ્રલોભનો અને વધુ પડતી સલાહ સુચનો દેવાનો આ સમય નથી. કોઈ પણ વ્યક્તિનું ધ્યાન દોરવું જરૂરી છે, પણ સતત ધ્યાન ભટકાવીને ધંધો લેવો એ મારી ફીતરત નથી.
    આ અવસર પર મારા મીત્ર અને માર્ગદર્શક E-CHAI રાજકોટ ચેપ્ટરના કોર્ડીનેટર Marmik Bhatt અને DevX રાજકોટ નો આભાર વ્યક્ત જરૂરથી કરીશ, આ પ્લેટફોર્મ વિના આ શક્ય ન બન્યું હોત. લોકો પોતાની પ્રોડ્કટને પીચ કરીને ઇન્વેસ્ટમેન્ટ લેવાની હોડમાં હોય છે, જ્યારે હું મારી પ્રોડ્કટમાં ઓન બોર્ડ જોડાવા માટે આમ્મ જ ખુલ્લે આમ આમંત્રણ આપું છું, બસ મારી પ્રોડ્કટને સમજવી, અને મારા ઇન્ટેનશન સાથે અલટીરિયર મોટિવ્સ મળવા જરૂરી છે.
    ઇન્વેસ્ટર મેળવવાની જદોજહદમાં સારો બિઝનેસ પાર્ટનર ગુમાવવો એ કદાચ વળાંક પર યુ ટર્ન લેવા જેવુ છે. તાબડતોડ ગ્રોથ કરવાની હોડમાં સ્ટાર્ટઅપ્સને વેલ્યુએશનની કેલ્ક્યુલેશનમાં વ્યક્તિનું મૂલ્ય આંકવાનું રહી નો જાય એ ધ્યાનમાં રાખવું જરૂરી છે.
    #

    BRANDING

    • Jul 17, 2022
    #

    કર્મા

    • Aug 06, 2022
    #

    મનીષા

    • Aug 09, 2022
    #

    વીર !!

    • Aug 09, 2022
    #

    Expat Kids

    • Nov 04, 2022
    #

    જોકર

    • Nov 04, 2022
    #

    E CHAI

    • Aug 01, 2023
    #

    SELL YOUR SELF

    • Aug 01, 2023
    #

    GAURAV KOTHARI

    • Aug 01, 2023
    #

    STARUP MEANS

    • Aug 01, 2023