કોમ્પિટીશન નહિ કોર્પોરેશન

  • Aug 01, 2023
  • કોમ્પિટીશન નહિ કોર્પોરેશન
    વિઝા, ઇમિગ્રશન અને કોચીંગ એક સારો અને ધીકતો કહી શકાય એવો ટ્રેન્ડી બિઝનેસ છે. આ એક એવી એજ્યુકેશનલ સર્વિસ ઇન્ડસ્ટ્રી છે જેમાં કોઈ પણ ધંધાર્થીઓ એ વિદ્યાર્થીઓના કેરીયર અને ભવિષ્યને હમેશા લક્ષમાં રાખીને જ ચાલવાનું હોય છે.
    આજે દિવસે ને દિવસે આ વ્યવસાયનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે, નવા માર્કેટ પ્લેયર્સ આવવા વ્યાજબી છે. આ વ્યવસાયમાં આવવાના ઘણા રસ્તા છે, કોઈ ઇન્ડસ્ટ્રીઝના મેનેજમેન્ટને તોડીને આવે છે, તો કોઈ પૈસા, તો કોઈ પાર્ટનરના જોરે વ્યવસાયની શરૂઆત કરે છે. આમાં કઈ નવું નથી, અત્યારે ટેકનોલોજીના માધ્યમથી માહિતીઓ ઘણા બધા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે જ, એટલે જ આ વ્યવસાયમાં આવવું ઘણું સહેલું છે, પણ ટકવું એટલું જ અઘરું છે, કોઈ પણ સર્વિસ અને તેમાંય ખાસ કરીને ઓવર્સિસ એજ્યુકેશનલ અને ઇમમિગ્રેશનને લગતા ધંધાને વિકસાવવાનો માત્ર એક જ રસ્તો છે અનુભવ. અને એ માત્ર તમારી સ્કિલ સેટના આધારે જ આવે, નહિ કે કોઈ પૈસાના જોરે કે પેઈંગ પાર્ટનરના જોરે.
    આજે હું પણ મારા ૧0 વર્ષના યુરોપના અનુભવના બળે Adinath ઓવર્સિસ વિઝા કન્સલ્ટન્સીના વ્યવસાયમાં છું ત્યારે એક સમાન વિચારસરણી અને ખાસ કરીને વ્યવસાયની સાથે પ્રેસટીજમાં પણ ઘણા આગળ નીકળી ગયેલા લોકોને મળીએ ત્યારે એક સારી લાગણી પ્રગટ થાય એ સ્વાભાવિક છે.
    રાજકોટમાં આ વ્યવસાયના પ્રતિષ્ઠિત કહી શકાય એવા મારા નેટવર્કમાં ૪ થી ૫ લોકો છે, જેમની કામ કરવાની શૈલી તદન પ્રોફેશનલ છે. આજે અમારું રી યુનિયન થયું અને ફરી સાથે કામ કરવાની દિશાને વેગ મળ્યો.
    સ્કિલ અને પ્રમાણિક્તાના દમ પર રાજકોટમાં કેનેડાને લગતા વિવિધ ઈમિગ્રેશન પ્રોગ્રામ, જેવા કે સ્ટાર્ટ અપ્સ વિઝા પ્રોગ્રામ, ફેમિલી PR, તો USA માટે મલ્ટિનેશનલ કંપની સાથે જોડાયેલા વર્કીંગ પ્રોફેશનલ્સ માટેના L1A વીઝા ડોક્યુમેન્ટેશન હોય કે વિશિષ્ટ શ્રેણી અને સ્કિલસેટ ધરાવતા લોકો માટેના L-1B વિઝા, તેમજ USA વિઝિટ વિઝા. આ પ્રીમિયમ કેટેગરીના વિઝાને લગતી ક્લાયંટની એપ્લિકેશન અને લાયકાતનુ એસેસમેન્ટ કરવું, માઈગ્રેટ થવાની શક્યતાઓ તપાસવી અને ક્લાયન્ટને સ્પસ્ટ જવાબ આપવો કે વિઝા માટે તમારું ભવિષ્ય ઉજળું છે કે નહિ !!! મતલબ વિઝાની શક્યતા છે કે નહિ!! માત્ર હા અને ના માં જવાબ આપનાર ખૂબ જ ઓછા મતલબ નહીવત કહી શકાય. Hetinternational Rajkot ના C.E.O શ્રી હિતેશભાઈ વિરપરિયા IMMIGRATION વ્યવસાયમાં ૨૪ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે, અને સચોટ માર્ગદર્શન પૂરું પાડે છે. તેમણે બિઝનેસની સાથે પોતાની પ્રતિષ્ઠા પણ વધારી છે, અને વિદેશમાં પોતાનો ક્લાયન્ટ બેઝ પણ મજબૂત કર્યો છે, આજે તેમને મળીને ફરી યાદો તાજી કરી.
    GRE, TOEFEL, IELTS અને અન્ય પ્રોફેશનલ EXAMS માં ૧૭ વર્ષથી અથાગ મહેનત કરીને જેમને પોતાનું નામ કમાણું છે એવા શિક્ષક જીવ સમાન શ્રી Jasmin Mehta વિદેશ અભ્યાસમાં એક શિક્ષકની ભૂમિકા શું હોય શકે? એ બખુબી જાણે છે અને નિભાવે પણ છે. તેમના વિશે એક પોસ્ટમાં વર્ણવવું શક્ય નથી, પણ એકદમ ડાઉન ટુ અર્થ, સરળ અને સ્પષ્ટ વ્યક્તિ છે , જેઓ રાજકોટમાં વિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્રોફેશનલ સ્ટડીસ નામે કોચીંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે.
    Nikunj Vagadia કે જેઓ રાજકોટમાં ૭ વર્ષથી IGNITE ACADEMY નામે ફોરેન એજ્યુકેશન અને IELTS નો વ્યવસાય ચલાવે છે. ખુબજ ટુંકા ગાળામાં એમની સંસ્થાની પ્રગતી માત્ર અને માત્ર એમની ટ્રાન્સપરન્સી અને ડેડીકેશન જ છે. પર્સનલ નેટવર્કિંગ, ફોરેન લેંગ્વેજમાં કોન્સેપ્ટ બિલ્ડિંગ થી લઈને નિસ્વાર્થ નોલેજ એક્સ્ચેન્જ કરવું એ એમની ઉદારતા છે, જે તેમના બિઝનેસ કોમ્પિટિટર સાથે પણ મુક્તમને ચર્ચા કરે છે એ જ તેમને વધુ ને વધુ આગળ લઈ જશે એમાં કોઈ શંકાને સ્થાન નથી.
    સમાન વ્યવસાય વાળા તમને ઘણા મળી રહેશે, પણ હકારાત્મકતા એનર્જી વાળા વ્યક્તિઓ મળવા વ્યવસાયમાં આગળ વધવા માટે ખૂબહ જરૂરી છે. એક બીજાના અનુભવ અને આવડત માંથી કઈક ને કઈક જરૂર શીખવા મળશે, સારી સંગતથી આટલા હરિફાઇના યુગમાં પણ કઈક ને કઈક જરૂર મળશે. મન મોટું રાખશો તો તમારું વ્યક્તિત્વ પણ એટલું જ મોટું થશે.
    મોંઘાદાટ કોર્પોરેટ બિલ્ડિંગ, એમાં રચેલી આભા, ઓફિસની જાકમઝોળને કારણે મોટા ભાગના લોકો અંજાઈ જ જતાં હોય છે. જરૂરી રિસર્ચ વગર મળવા ચાલ્યા જતાં હોય છે, બાકીનું અધૂરું કામ વાકચાતુર્ય અને કમિશનબાજ લોકો જ પૂરું કરી દેતા હોય છે. એટલે જ આ વ્યવસાયમાં ‘ના’ પડનારા લોકો ઓછા મળશે. બાકી તમારી હા માં હા કહેનારા હેકડેઠઠ અને ઠેર ઠેર છે. લોકોને ખરી સલાહ નહિ પણ મફત સર્વિસ જોઈએ છે, એટલે જ તો લોકો ઠગાઇ છે.
    બિઝનેસ વધારવા એકબીજા સાથે કોમ્પિટીશન નહિ કોર્પોરેશન રાખશો તો જ ટકશો અને તો જ આગળ વધશો. સારી નિયતથી કરેલું નેટવર્કિંગ જ તમારું નેટવર્થ વધારશે. આવી કુનેહ અને સમજણ જેમાં વધારે એમનો ધંધો અને વ્યાપાર વધુ. આજે માર્કેટ સંપૂર્ણ ખુલ્લુ થઈ ગયું છે, તમે જેટલા પારદર્શક રહેશો એટલા જ આગળ વધશો. બાકી આજે બિઝનેસ નેટવર્કિંગના નામે પણ લોકો કમાઈ જ છે, તમે સારા બનીને રહેશો તો લોકો તમારો વ્યવસાય રિફર કરશે જ.
    આભાર નિકુંજ ભાઈ, જસ્મીન ભાઈ તેમજ હિતેષ ભાઈ ઘણા સમય પછી મળ્યાનો આનંદ થયો.
    #

    BRANDING

    • Jul 17, 2022
    #

    કર્મા

    • Aug 06, 2022
    #

    મનીષા

    • Aug 09, 2022
    #

    વીર !!

    • Aug 09, 2022
    #

    Expat Kids

    • Nov 04, 2022
    #

    જોકર

    • Nov 04, 2022
    #

    E CHAI

    • Aug 01, 2023
    #

    SELL YOUR SELF

    • Aug 01, 2023
    #

    GAURAV KOTHARI

    • Aug 01, 2023
    #

    STARUP MEANS

    • Aug 01, 2023