‘આરંગેત્રમ્’
શાસ્ત્રીયનૃત્યમાં પ્રમાણિત અને પ્રમુખ નૃત્યશૈલી એટલે ભરતનાટ્યમ્ જ્યાં ભાવ, રાગ અને તાલનો સમન્વય હોય છે, જ્યાં તાલીમ તથા સાધનાની ફલશ્રુતિ રૂપે યોજાતો દીક્ષાંત સમારંભ એટલે આરંગેત્રમ્. તમિળ ભાષામાં ‘આરંગુ’ એટલે રંગમંચ અને ‘એત્રલ’ એટલે આરૂઢ થવું. મૂળ ‘અરંગેત્રલ’ પરથી ‘આરંગેત્રમ્’ શબ્દ ચલણમાં આવ્યો. ભરનાટ્યમ્ નૃત્ય બે વિભાગમાં વહેચાયેલું છે. અભિનય અને નૃત્ય.
સૌ પ્રથમ તો ચી. નિરાલી મારડીયાને ‘આરંગેત્રમ્’ પદાર્પણ માટે ખૂબ ખૂબ અભિનંદન. આ હરણફાળ ભરી રહેલી ટેકનોલોજીના સમયમાં પણ શાસ્ત્રીય નૃત્યની ધરોહર સમા ભરતનાટ્યમ નૃત્ય રંગમંચ પર ખુબજ ભવ્ય, શાલીન અને ઉત્કૃષ્ટ અભિવ્યક્તિ કરવા બદલ અઢળક શુભકામનાઓ.
ચી. નિરાલીના પરફોર્મન્સની વાત કરું, મંચની સજાવટની વાત કરું, કુશળ વાદ્યવૃંદની પેશકશની વાત કરું, એમને મળેલા સંસ્કારની વાત કરું, એમના પરિવારે આપેલા ત્યાગની વાત કરું, એમની શાળાએ આપેલા સહકારની વાત કરું, એમના સમાજ, પરિવાર કે હિતેચ્છુઓની મળેલી હૂંફની વાત કરું, એમને મેળવેલી તાલીમ અને એમના ગુરુઓની વાત કરું, એમની સાથે તાલીમ લઈ રહેલી સાથી-નૃત્યાંગનાઓની વાત કરું કે, કે, કે આવી તો લાખો વાતો અને વાતોની અસંખ્ય પળો હશે નિરાલીની આ નિરાળી અભિવ્યક્તિને મંચ પર લાવવા માટેની..
આ બધા વતી હું માત્ર એક જ વાત કરીશ કે આજની તમામ કૃતિઓ ખુબજ અદભૂત હતી, ચી. નિરાલી તમને તમારી આ સિધ્ધી પર ખૂબલાયક શુભકામનાઓ, આજનો તમારો અભિનય આવનારી પેઢીઓને જરૂર પ્રોત્સાહિત કરશે, તમારા પરિવારે તમારા માટે લીધેલા નિર્ણયોને આદર સાથે વંદન. ભણતરની ભાગદોડમાં ખુબજ અગત્યનું, જીવન જરૂરી અને સંજીવનિરૂપી આ કલાને તમે વળગી રહ્યા એ અસંખ્ય વાલીઓ માટે તમે દાખલો બેસાડયો છે, તમે આદર્શ ઉદાહરણ છો તમારી ઉમરના ઘણા બહેન-દીકરીઓ માટે, તમે આજની રેટ-રેસમાં આગળ કે પાછળ ના રહી તમે આ સ્પર્ધાઓથી ઘણા ઉપરની કક્ષા એ છો, આ માટે તમારા મિત્ર વર્તુળ, સાથી નૃત્ય સખીઓ, ગુરુજનો અને તમને મળેલા આદર્શ વાતાવરણનો એટલો જ સિંહ ફાળો છે.
તમારા અભિનયની ક્ષમતા તમે પુરવાર કરી છે તમારી પ્રસ્તુત કૃતિ ‘દશાવતાર’ માં, ખરેખર દાદ માંગી લે એવી રહી આ કૃતિ, તમારો અથાગ પરિશ્રમ આ કૃતિમાં ઝળકે છે, આંખનું મટકું માર્યા વિના મારી જેમ પધારેલા અન્ય મહેમાંનોએ આ ક્ષણો નિહાળી હશે. એક રંગમંચને અદબ સન્માન સાથે, સજાવટ અને એનાથી મુઠી ઊચેરો અભિનય, તમારી મુદ્રા અને ભાવ પ્રગટ કર્યો એ ખરેખર તમારૂ તપ છે, જે માંથી તમે તપીને આજે ઝળહળી ઉઠયા છો. આવનાર સમયમાં આજ રીતે તમારી સાધના અવિરત ગતિમાન રહે એવી ભગવાન નટરાજ અને માં સરસ્વતીને પ્રાર્થના.
આ અવસર પર તાંડવ નર્તન ઇન્સ્ટિટ્યૂટની પૂર્વ વિદ્યાર્થીનીઓ, વર્તમાન વિદ્યાર્થિનીઓ, વાલીઓ, મહેમાનો, તમારી શાળા સિસ્ટર નિવેદિતના ગુરુશ્રીઓ, કીમતી સમય ફાળવીને પધારેલા આમંત્રિત મહેમાનો, વાદ્ય કલાકારો, અને સિદસરથી સ્પેશિયલ બસમાં આવેલીઓ દીકરીઓ તમારો ઉત્સાહ વધારવામાં એટલો જ ભાગ ભજવ્યો એ નિહાળીને ખૂબ જ આનંદ થયો.
તાંડવ નર્તનના સ્વપ્નદ્રષ્ટા શ્રી જીગ્નેશ સુરાણીને સમગ્ર રાજકોટ શહેરમાંથી સંસ્થાકીય અદભૂત સ્પોર્ટ મળી રહ્યો છે એમાં કોઈ શંકાને સ્થાન નથી, એમની મહેનત અને જહેમત જ એમને વિશ્વ સ્તરે આજે પહોંચાડ્યા છે. મિત્રો તમે જો આજે આ વાંચી રહ્યા છો તો, મારે એક એમની વાત કરવી છે કે એમનું ધ્યેય છે કે રાજકોટ શહેરમાં એક વિશાળ નૃત્ય સંસ્થા આકાર લે, એમની દિનચર્યામે નજીકથી જોઈ છે, આ ધ્યેયને વળગી રહેવામાં આ વ્યક્તિએ પોતાના પરિવારને આપવાનો સમય રાજકોટમાં વિવિધ સ્થળો પર તાલીમ આપવામાં અને નિરાલીની જેમ ઘણી બધી દીકરીઓને તરાશવા માં જ આપ્યો છે, એમની ધૂનમાં જ તલ્લીન એવા શ્રી જિગ્નેશભાઈ માટે આ મેસેજ તમારા નેટવર્કમાં શેર કરજો જેથી એમની વિચારધારા ને બળ મળે.
આજનો કાર્યક્રમમાં આમંત્રીત કરવા બદલ હું કલાગુરુ શ્રી જીગ્નેશ સુરાણી, કૃષ્ણા દીદીનો, ચી. નિરાલી અને એમના પરિવારનો, તાંડવ નર્તન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્લાસીકલ ડાન્સ પરિવારનો અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ TGES ના અદભુત પ્લેટફોર્મ બદલ આભાર વ્યક્ત કરીશ.
(ત્રણ કલાકની નોન સ્ટોપ શ્રેણીબધ્ધ કૃતિઓ માંથી લીધેલો આ ૪૦ સેકન્ડનો વિડીયો શેર કરું છું)
https://www.facebook.com/100000657536699/videos/817360259809693/



























































.jpg)











.jpg)

















.jpg)













