બુધવારી બજાર

  • Aug 01, 2023
  • ઘણા સમય પછી આજે એવું થયું કે પોસ્ટનું શીર્ષકના મળ્યું.
    બ્રાન્ડિંગ અને માર્કેટિંગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો સાથે ઘણી વખત મારી ઓફિસ પર મળવાનું થાય. શાર્પ અને હોશિયાર લોકો પાસેથી ઘણું ખરું જાણવા મળે, 90s કે 2000 ની જનરેશન સાથે માઇન્ડ મેપિંગની એક અલગ જ મજા છે. સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ માં હોઈએ એટલે નવું શીખવા મળે એ તો ખરું જ, પણ રિસેન્ટ ટ્રેન્ડ્સ તેમજ થોંટસ્ પ્રોસેસ થી અવગત થઈયે એ બોનસ.
    ધંધામાં વાક ચાતુર્ય, શાણપણ અને કોમ્યુનિકેશનનું તો ઇમ્પોર્ટનસ તો છે જ, પણ એટલું જ તમારું નિર્દોષભાવ અને ઉદાર હોવું એટલું જ જરૂરી છે.
    કોઈ પણ ધંધો શરૂ કરતાં હોય ત્યારે કેપીટલ, સેવિંગ્સ તેમજ એક્ષપેન્સ સમય જતાં શીખી જ જતાં હોય છીએ, પણ આપણે મહત્વકાંક્ષાની દોડમાં ઈશ્વર પાસે આપના હિસાબના જમા ઉધાર ભૂલી જતાં હોય છીએ. તમે કેટલા પણ બાહોશ કે તીસ મારખાં હોય, કુદરતના ચક્રો એની નીતિ અને એની જ મતી ને આધીન ફરતા હોય છે.
    મારા પપ્પાને 40 વર્ષથી રેકડી અને પલંગ ભાડે આપવાનો વ્યવસાય, નાના-નાના ઘણા વ્યવસાયો માનો મારા પપ્પાનો આ ધંધો.. શરૂઆતમાં એક રેકડી અને 5 પલંગથી માંડીને એમણે પોતાની જાત ઘસીને એક અવર્ગીકૃત કહી શકાય એવા અસંખ્ય, રોજે-રોજનું રળીને ખાતા લોકોના રોજગારને મદદરૂપ થઈ શકે એટલે પોતાની આવડત અને જરૂરિયાતને સમજીને રેકડી અને પલંગ બનાવી નાના પરીવારને ધંધામાં મદદરૂપ થવાનું વિચારીને તેમના રોજગાર થકી પોતાનો રોજગાર કેળવ્યો, અઠવાડીયે ભરાતી ગુજરી બજારના રેકડી પાથરણા વાળા અને લોઢાના પલંગ માંથી એમને જીવનભર લેણું રહ્યું છે... લગભગ 10 વર્ષથી હું પપ્પાની સાથે આમ ગુજરી બજારમાં વ્યવસાય કરવાની સાથે એમનો ધંધો સમજતો થયો.
    મિસ્ત્રી નહી છતાં રેકડી બનાવી ભાડે આપવી, વેલ્ડર નથી છતાં લોઢાના પલંગ બનાવવા, કોઈ એવી પ્રોપર્ટી પણ નથી છતાં નિયમીત સહજ ભાડાની ઉઘરાણી કરવી, એમના જ પાથરણ પર એમની સાથે જ બેસીને ચા પીવી, એમના રોજગારની આપવીતી સાંભળવી, એમના સુખ-દુખ સાંભળવા અને એમની પાસેથી જ દરિયાદિલી અને નિખાલસતા ને માણવી. આ ગુજરી બજારમાં વ્યાપાર કરતાં લોકો માણીગર હોય છે, આજે કોઈ પણ બ્રાન્ડેડ શોપ સ્થાપવાની ઈચ્છા કરતાં એન્ટરપ્રીન્યોર કે કોઈ પણ રિટેલ બિઝનેસ સ્થાપવાની ઉત્સુક હોય તો તે લોકોએ આ પોસ્ટમાં ગુજરી બજારનો જે ફોટોસ છે એને જીવંત માણવા જોઈએ, એમની પરિસ્થિઓ અને એમનું વહાણ તો ઉપરવાળો જ હાંકી શકે, મારી કોઈ પણ મજાલ નથી, પણ આપણને મળેલા અમૂલ્ય જીવનમાં ઘણું ઉતારી શકીશું, કદાચ આ લખેલું એ બાળકી ક્યારે વાંચી શકશે એ પણ એક પ્રશ્ન છે..!!!?
    આજે ઘણા સમય પછી પપ્પા સાથે ગુજરી બજારમાં જવાનું થયું, અને ફોટો માં જે છોકરી પોતાના ભાડે લીધેલા પલંગનું ભાડું ચૂકવે છે ત્યારે એમનો શું ખ્યાલ હશે.. આ ભાડા વિશે ? એ શું વિચારીને પોતાના થડા પર પાથરેલા જૂના કપડાના ઢગલા માંથી કમાઈને ઘરે શું લઈ જશે? એ લગભગ 8 કલાક તડકામાં ઊભી રહીને શું વિચારતી હશે એ મારી સમજ થી પરે છે. તમે લાલ છત્રી વાળો ફોટો નિરખીને જોશો તો એક માત્ર 5 મહિનાનું બાળક પલંગમાં જૂની સાડીને વાળેલી બે ગાંઠના સથવારે હિચકે છે, ખૂબ દૂર જઈને આ ફોટો પાડ્યો, મારુ મન ઘણું વ્યાકુળ હતું એટલે બાળક જે હિચકે છે એમની ‘માં’ ને પૂછ્યું કે કેટલા સમયથી બજારમાં કપડાં વહેચો છો ? જવાબ મળ્યો જ્યારથી સમજણી થઈ ત્યારથી જ ..
    બસ પછી મારા પપ્પાને ભાડું ચૂકવતી બાળકીને કશું જ પૂછવાની હિંમત મારાથી નો થઈ..!
    #

    BRANDING

    • Jul 17, 2022
    #

    કર્મા

    • Aug 06, 2022
    #

    મનીષા

    • Aug 09, 2022
    #

    વીર !!

    • Aug 09, 2022
    #

    Expat Kids

    • Nov 04, 2022
    #

    જોકર

    • Nov 04, 2022
    #

    E CHAI

    • Aug 01, 2023
    #

    SELL YOUR SELF

    • Aug 01, 2023
    #

    GAURAV KOTHARI

    • Aug 01, 2023
    #

    STARUP MEANS

    • Aug 01, 2023