સર્વીસ સેક્ટર કે રીપેરીંગ વ્યવસાયમાં કામ કરતાં લોકો માટે એક ખટકતો પ્રશ્ન તો ખરોજ ! કામતો કાયમ હોય જ છે, પણ કાયમ માટે કામ નથી હોતું !! કારણ કે કારીગરો કામ પૂરું થઈ જાય પછી ફ્રીકવંટલી લોકોના સંપર્કમાં નથી રહેતા, તો વળી સામે પક્ષે કોણ ઈચ્છે કે વારે ઘડીએ રીપેરીંગ કામ કરાવું પડે,,,, ઓફ કોર્સ ન જ ગમે, પણ જાણે કે અજાણ્યે આપણને સારું કામ કરતાં, વીનમ્ર, વિવેકી અને કુશળ કારીગરો, જે ખુબ મહેનત લઈને તમારું કામ કરી આપતા હોય છે એમનો રેફરન્સ બેઇઝ કયા ગોતવો ભાઈ ?
ક્યાંકને કયાક કોઈ એવો માણસ હોય કે જેને રીપેરીંગ કામની સાથે લેણા દેણી હોય છે અને સ્વાભાવિક રીતે લોઢા લેવાની આદત હોય છે, એમની પાસે રીપેરીંગ કરતાં લોકોના અનુભવોના નિચોડ હોય અને ઓળ’ખાણ’ પણ. કોણ સારું કામ કરે છે ? એ ભલીભાતી જાણતા હોય છે. ખરું ને!! આપણાં ધ્યાનમાં કોઈ ને કોઈ એવી વ્યક્તિ હોય જ કે જેને રીપેરીંગ કામની સ્કિલસેટ ધરાવતા લોકોને બખૂબી રીતે ઓળખતા હોય છીએ. યુઝ એન્ડ થ્રો વાળા ઉપકરણોને કારણે રીપેરીંગ ક્ષેત્રે કામ કરતાં લોકોનું ચલણ અને ચલગત ઘણી બદલાઈ છે. અજાણ્યા શહેરમાં સારા રેફરસન્સ માટે રીપેરીંગ કામ કરતાં લોકોને શોધવામાં ફીણીયા આવી જાય.
ભારત દેશની ૪૦ ટકા ઈકોનોમીનો આધાર વિશાળ રેન્જ ધરાવતા, રિપેરિંગ કામ કરતાં અસંખ્ય બ્લૂ કોલર્સના અસંગઠીત ક્ષેત્ર પર રહેલો છો. કોઈ સારી કોમ્યુનિકેશનને તો કોઈ સારી અવડતને કારણે ધંધો રળી લેતા હોય છે , છતાં કોઈને કોઈ એવું હોય છે જે સંઘર્ષ કરતુજ હોય છે.
આજે આજ કારણને કારણે હું IMBLUECOLLARS મોબાઈલ એપ્લિકેશન સુધી પહોંચી શક્યો છું. આ એપ્લિકેશન એન્ડ્રોઇડ વર્ઝનમાં એટલેકે ગૂગલ પ્લેસ્ટોરમાં આવી ગઈ છે, ખુબ જ જલ્દી IOS એટલે કે આઈ ફોન મોબાઈલ યુઝર્સ માટે પણ ઉપલબ્ધ થઈ જશે.
આ મોબાઈલ એપ્લિકેશનમાં તેમજ વેબસાઇટમાં રીપેરીંગ કામ કરતાં અસંખ્ય લોકો માટે પોતાના રીપેરીંગ વ્યવસાયનું વીઝીટીંગ કાર્ડ, એડ્રેસ તેમજ મોબાઈલ નંબરનું બ્રાન્ડિંગ કરવાનું મે કેટલાય સમયથી ઠાન્યુ હતું, અને એન્ડ્રોઇડ વર્ઝનમાં જહેમત પછી IMBLUECOLLARS એપ્લિકેશન ઉપલબદ્ધ છે, આ માટે Crystal infoway ની પૂરી ટીમનો આભારી રહીશ.
તમારા નેટવર્કમાં કોઈ સારી રીપેરીંગ સર્વિસ પૂરી પડતાં હોય તો એમનું વીઝીટીંગ કાર્ડ, (ન હોય તો અમે ફોર્મેટ ડિઝાઇન કરી આપીશું), નામ, નંબર અને સર્વિસનો પ્રકાર +91 7435005001 પર વ્હોટ્સએપ કરી શકે છે અથવા આ પોસ્ટમાં, કે મને ડાઇરેક્ટ મોકલી શકે છે. આ પ્રોજેક્ટ રાજકોટથી શરૂ કર્યો છે, હજુ એપ્લિકેશન સુધી પહોંચ્યો છું ત્યાં સુધીમાં અન્ય ગુજરાતનાં મોટા શહેરોનો રોડ મેપ તૈયાર થઈ ગયો છે, જ્યારે આ પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું હતું ત્યારે મને અસંખ્ય પ્રશ્નો પૂછવા વાળા અને વણમાંગી સલાહ આપનારા પણ મળ્યા, પણ સાથે સાથે ચંદ લોકોનો ચટ્ટાનની માફક ખૂબ જ સારો સ્પોર્ટ મળી રહ્યો છે.
હું રાજકોટમાં જ નાના-નાના મલ્ટી વેન્ચર્સ સર્વિસ પોર્ટફોલિયો સાથે સંકળાયેલો છું, અને ધીમી ગતીએ પાર્ટનરશીપ પ્રોજેક્શનથી સેટિસફેક્ટરી ગ્રો કરી રહ્યો છું, એમાં મારો આ IMBLUECOLLARS પ્રોજેક્ટ પર ભરોશો કેટલો છે? એની પ્રતીતિ મને મારા મીત્ર નીરવ વ્યાસે આ ‘શાહીન’ ગિફ્ટ આપીને કરી. આ પ્રોજેક્ટને વાચા નહિ હવે ઉડાન મળશે એમાં બેમત નથી.
શરૂઆત તો રાજકોટથી કરી છે આ પ્રોજેક્ટને લઈને, ANROID પર છું, IOS પ્લેટફોર્મ પર આવું છું, ત્યાં સુધી તમારા નેટવર્કમાં સારા કારીગર, રીપેરીંગ કરતાં પ્રોફેશનલ્સનો સંપર્ક મને વ્હોટસપ કરજો, એમનું બ્રાન્ડિંગ એ જ હવે આ પ્રોજેક્ટની ઓળખ બની રહેશે.
આભાર Er Gaurav Kothari IMBLUECOLLARS ને ડિજિટલ પ્લેટફોર્મ આપવા માટે, આભાર Nirav Vyas આ પ્રોજેક્ટ માં પ્રાણ પુરવા માટે, મારી આ ચાલને ઉડાન આપવા માટે.
ઘણા મિત્રો મને પૂછે છે કે રાજકોટ જ રહી જવાનો કે પાછો સ્વીડન જવાનો ? અત્યારે મારી પાસે એક જ જવાબ છે....
ના હો નાઉમ્મીદ, નાઉમ્મીદી ઝવાલ-એ-ઇલ્મ-ઓ-ઈરફાં હૈ,
ઉમ્મીદ એ મર્દ-એ-મોમિન હૈ, ખુદા કે રાઝદાનો મૈ,
નહી તેરા નશેમન, કસર-એ-સુલતાની કે ગુંબજ પર,
તું શાહીન હે બશેરા કર પહાડો કી ચટ્ટાનો મૈ.
- અલ્લામા ઇકબાલની નવજવાનોને પ્રોત્સાહિત કરતી કવીતાની છેલ્લી ત્રણ પંક્તિ..
https://play.google.com/store/apps/details...



























































.jpg)











.jpg)

















.jpg)













